
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી નું પોતાના વાઘોડિયારોડ સ્થિત ઘરે જમ્યા બાદ અચાનક એસીડીટી અને છાતીમાં દુખાવો થતાં તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત પરિવાર ચારરસ્તા નજીકના સોમેશ્વર સોસાયટી પાસે આવેલા મોરલીધર ટેનામેન્ટના મકાન નંબર બી -17મા રહેતા અને વડોદરા જિલ્લા પંચાયતમાં એ.ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા આશરે 43 વર્ષીય મિતેશ કુમાર અંબાલાલ મહેતા ને ગત તા. 06ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે જમ્યા બાદ એસિડિટી અને છાતીમાં દુખાવો થતાં પરિવારના સભ્યોએ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તેમને એસ.એસ.જી.હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મિતેષભાઇના પરિવારમાં પત્ની તથા બે બાળકો છે જેમાં મોટો પુત્ર ધોરણ 10મા અભ્યાસ કરે છે જ્યારે દીકરી ધોરણ 33મા અભ્યાસ કરે છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.