કોટાલીમાં કન્ટેનર રિવર્સ લેતા પાછળ ઉભેલ યુવાન કચડાયો હતો સીસીટીવી ફૂટેજ ના આધારે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોટાલી ગામ પાસેની સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટરની કંપનીના ગોડાઉન પાસે બહાર ઉભેલા યુવકને કન્ટેનરના ચાલકે રિવર્સ લેતા પાછળ ઉભેલા 35 વર્ષીય યુવક કચડાયો હતો ડ્રાઇવરની બેદરકારીથી કંટેનરે કંપાઉન્ડવોલને અડીને ઉભેલા યુવકને કચડી નાખતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો યુવકને પેટના ભાગે ગંભીર
ઇજાઓ થતા હોસ્પિટલના બીછાને ટૂંકી સારવાર બાદ સદ્દામ ખાન મોહમ્મદ ખાન મેવ ઉમર 35 સેજલપુરી રાજસ્થાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જરોદ પોલીસે ટ્રાન્સપોર્ટ કંપની સામે થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવતા કન્ટેનર ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી