આજનું રાશિ ભવિષ્ય : 16 December

મેષ

આજે સર્જકો અને કલાકારો માટે ખૂબ લાભદાયી અને અનુકૂળ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. લેખકો, કવિઓ તથા કલાકારો પોતપોતાનાં ક્ષેત્રમાં નવતર વિચારો દ્વારા સારું પ્રદાન કરી શકશે.

વૃષભ

આજે આપની ગણતરીઓ ખોટી સાબિત થશે એવા સંકેતો ગણેશજી આપી રહ્યા છે. વારંવાર મળતી નિષ્‍ફળતા આપનામાં હતાશા જગાડશે. ક્ષુલ્‍લક બાબતોમાં ૫ણ આ૫ ગુસ્‍સે ભરાશો.

મિથુન

ગણેશજી કહે છે કે આજે આપનું મન કોઈક કારણસર ચિંતિત અને અસ્‍વસ્‍થ રહે. આપ આપની ચિંતા વ્‍યક્ત નહીં કરી શકો. જીવનસાથી પ્રત્‍યેની આંતરિક લાગણીની અભિવ્‍યક્તિ દ્વારા આપ તેનો પ્રેમ પામી શકશો.

કર્ક

આજે આપના સ્‍વભાવમાં થોડું ચીડિયાપણું રહે. ગણેશજી શાંત મગજ રાખવાની અને પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ સ્‍વસ્‍થ રહેવાની સલાહ આપે છે. જો એમ કરશો તો આપની જિંદગીમાં હંમેશાં સફળતા મેળવશો.

સિંહ

આપ આપના વ્‍યક્તિગત જીવનને તનાવમુક્ત બનાવવા ઇચ્‍છશો અને એના માટે અંગત સમસ્‍યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરશો. આમાં આપે સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે, એમ ગશેશજી કહે છે.

કન્યા

ગણેશજી કહે છે કે આજે આપ મોજશોખની વસ્‍તુઓ પ્રત્‍યે આકર્ષાશો અને કદાચ એની ખરીદી ૫ણ કરો. ૫રિવારજનો તેમ જ મિત્રો સાથે આનંદમાં સમય ૫સાર થાય. આજે કોઈ ખાસ મહત્ત્વની પ્રવૃત્તિ આપ નહીં કરો.

તુલા

કાનૂની વિવાદોનો આજે અંત આવે. કોર્ટ બહારના સમાધાનની શક્યતાને નકારી શકાય નહીં. દિવસભરના કામનો બોજ સાંજના હળવો થશે. મુશ્‍કેલીમાંથી રસ્‍તો કાઢવાનું બળ પ્રાપ્‍ત કરશો. ગણેશજીની કૃપા આપની સાથે છે.

વૃશ્ચિક

ઑફિસમાં અનુકૂળ વાતાવરણ પ્રવર્તશે. નાની-નાની ફરિયાદોને બાદ કરતાં સામાન્‍ય રીતે આરોગ્‍ય સારું રહેશે. ધનલાભની શક્યતા ગણેશજી જુએ છે. આપ ૫રિવાર સાથે આનંદમય સમય ૫સાર કરશો.

ધનુ

આજે આપને પ્રથમ દૃષ્ટ‍િએ પ્રેમ થશે. કોઈ વિજાતીય પાત્ર આપનું દિલ હરી લેશે. એમ છતાં, ગણેશજી તે વ્‍યક્તિ સમક્ષ પ્રેમનો પ્રસ્‍તાવ ન મૂકવાની સલાહ આપે છે, કારણ કે એ માટે આજનો દિવસ અનુકૂળ નથી.

મકર

કારકિર્દી ૫રત્‍વે સભાન વ્‍યક્તિને વધારે મહેનત કરવાની સલાહ ગણેશજી આપે છે. ઑફિસમાં સહકર્મચારી અને અધિકારી તરફથી આપના કાર્યને બિરદાવવામાં આવશે, પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

કુંભ

વિદેશગમન કે દૂરના સ્‍થળે જવા માટેનો તખતો આજે તૈયાર થશે. આપને એક જગ્‍યાએ સ્થિર રહેવું ગમતું નથી. એથી તક મળે તો આપ કદાચ બૅગ-બિસ્‍તરા લઈને બહારગામ જવાની તૈયારી કરશો.

મીન

કારકિર્દીલક્ષી લોકો માટે આજનો દિવસ અસાધારણ સારો કહી શકાય. આપ આપની કારકિર્દીમાં ઇચ્છિત ૫રિણામો પ્રાપ્‍ત કરી શકશો. આજનો દિવસ સફળતાભર્યો અને શુભ હોવાનું ગણેશજી જણાવે છે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 18 January

    મેષ ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. વૃષભ આજે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!