આજનું રાશિ ભવિષ્ય: 12 February

મેષ

આજે આપ નજીકના સ્નેહીજનો અને પ્રિયજન સાથે વધારે લાગણીશીલ બનશો. પરિવારજનો સાથે પ્રવાસ ખેડવા આપ ઑફિસમાંથી રજા લેશો. આપનાં બાળકો પણ આપનો સાથ માણી શકશે.

વૃષભ

આજે આપની સામે એવી ૫રિસ્થિતિ સર્જાશે જ્યાં આપે વિના વિલંબે નિર્ણય લઈ ત્‍વરિત ૫ગલું ભરવાની ફરજ ૫ડશે. ગમે એવી આપત્તિમાંથી પણ માર્ગ કાઢવાની કુનેહ આપ ધરાવો છો, એમ ગણેશજી કહે છે.

મિથુન

આજે આપના ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે એવી શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. પરિવારના સભ્યોની માગણીઓમાં વધારો થશે, પણ એ પૂરી કરવા આપ સક્ષમ ન હોવાથી ગુસ્સે થાઓ એમ બને.

કર્ક

ગણેશજી ચેતવણી આપતાં જણાવે છે કે આ સમયમાં આપને શરદી, ખાંસી જેવી નાની-નાની બીમારી થઈ શકે છે, એથી આપે વધુ ઠંડી કે ગળી વસ્તુ ન ખાવી જોઈએ. લોકોને મદદ કરવાની આપની ભાવનાની કદર થશે.

સિંહ

ગણેશજી આજે આપને સંયમિત ખર્ચ કરવા જણાવે છે. શૅર-સટ્ટામાં સંભાળીને જોખમ ઉઠાવી શકાય. આર્થિક લાભનો દિવસ છે. વ્યક્તિ કે વસ્તુ પર આધિપત્યની ભાવના ઓછી કરી સમાધાનકારી વલણ રાખવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા

આપની લાગણીઓ પ્રગટ કરવાનો દિવસ છે. આપની ભાવનાઓને શબ્‍દો દ્વારા વાચા આપવાના બદલે મૂક અભિવ્‍યક્તિ દ્વારા પ્રગટ કરવાથી સચોટ અસર ૫ડશે એવું ગણેશજીનું માનવું છે. લાંબી મુસાફરીથી લાભ થાય.

તુલા

ગણેશજીને લાગે છે કે આજે આપ આપના ઘરની સજાવટ કરાવો એવી શક્યતા છે. એમાં આપ નવી કલાકૃતિઓ કે ૫સંદગીનાં ચિત્રોનો પણ ઉપયોગ કરી શકો છો. સાંજે મહેમાનોનું આગમન થવાથી આપ ખુશી અનુભવશો.

વૃશ્ચિક

આજે આપનો દિવસ વધુ સ્ફૂર્તિ અને તાજગીવાળો જણાશે. આજે રમતગમતની પ્રવૃત્તિમાં જોડાવાની પણ ઇચ્છા થશે. ગણેશજી જણાવે છે કે આપની કાર્યકુશળતાને યોગ્‍ય દિશામાં વાળીને ઑફિસમાં મોટી સિદ્ધિ મેળવી શકશો.

ધનુ

આજે આપની કલ્‍પનાઓને શબ્‍દ સ્‍વરૂપમાં રૂપાંતરિત કરશો અને એ દ્વારા સર્જનાત્‍મક પ્રવૃત્તિનો આનંદ ઉઠાવશો. રોજિંદા પ્રશ્નોને મગજની સમતુલા સાથે ઉકેલવાનો પ્રયાસ કરશો. ગણેશજી આપની સાથે છે.

મકર

આજે આપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો ૫ડે એવી શક્યતા છે. સ્‍પર્ધીઓ આપની છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કરશે, પણ અંતે આપનો જ વિજય થશે. ગણેશજી જણાવે છે કે સખત હરીફાઈનો સામનો કરવા તૈયાર રહેજો.

કુંભ

આજે આપને થોડી અસ્વસ્થતા જણાશે, એના માટે કેટલીક મુશ્કેલી અને ભાવનાત્‍મક સમસ્યા જવાબદાર હશે, પણ થોડા અનુમાન દ્વારા આપ ભૂતકાળમાં એક વાર ડોકિયું કરશો તો મૂંઝવણનો ઉકેલ ચોક્કસ મળશે.

મીન

દૂરના સ્‍થળેથી અથવા તો વિદેશથી કોઈનો ઉષ્માભર્યો આવકાર આપને મુસાફરી કરવા પ્રેરશે. વિદેશ વસતા સગાંસ્‍નેહીઓ કે મિત્રો આપનો સં૫ર્ક સાધીને ખૂબ ખુશ થશે, એમ ગણેશજી જણાવે છે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 15 February

    મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

    આજનું રાશિ ભવિષ્ય: 13 February

    મેષ આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે. વૃષભ વહીવટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!