મેષ
ગણેશજી સલાહ આપતાં કહે છે કે નોકરી કે વ્યવસાયમાં આજે આપનું કામ બિરદાવાય અને એની કદર થાય એવી આશા આપ રાખી શકો, ૫રંતુ જો એમ ન થાય તો નિરાશ થવાની જરૂર નથી.
વૃષભ
ગણેશજી કહે છે કે આજે ભાગ્ય ૫ર આધાર રાખીને બેસી રહેવાથી આપને કંઈ ખાસ લાભ થવાનો નથી. આપ ખોટી દિશામાં જઈ રહ્યા હોવાની શક્યતા છે. આથી બધું ખોટું થતું હોય એવું લાગશે, આપ એકલતા અનુભવશો.
મિથુન
કોઈ પણ કામ ઝડપથી અને અવરોધ વગર પાર પાડવા આપે પોતાના ક્ષેત્રનું વ્યા૫ક જ્ઞાન મેળવવું પડશે. આ કારણથી આપ ખુશી અને આનંદનો અનુભવ કરી શકશો. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
કર્ક
આજે આપ નવા મિત્રો બનાવશો અને આપના મિત્રવર્તુળમાં ઉમેરો થશે. કોઈ ચિંતા કે માનસિક તનાવ આપના મનને અશાંત કરશે, પણ ગણેશજી કહે છે સાંજે મિત્રો સાથે મનોરંજન માણ્યા બાદ આપ તમામ ચિંતાથી મુક્ત થઈ જશો.
સિંહ
આજે આપનો ઉત્સાહ જીવનમાં કંઈક અલગ અને અદ્વિતીય કરી બતાવવાની આપને પ્રેરણા આપે. આખો દિવસ આપ ખુશમિજાજ મૂડમાં હશો. આપનો ઉત્સાહ આપને સફળતાનાં શિખર સર કરાવશે.
કન્યા
કોઈ ૫ણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આજે સખત ૫રિશ્રમ એકમાત્ર ઉપાય છે એમ ગણેશજી કહે છે. ચોક્કસ લાભ મેળવવા માટે ચોક્કસ બાબતોમાં બાંધછોડ કરવામાં અને અનુકૂળ થવામાં દિવસ ૫સાર થશે.
તુલા
પ્રેમ અને પ્રિયજનની નિકટતા પામવા આજનો દિવસ અનુકૂળ છે. આપ આપની સાંજ પ્રિયજન સાથે કોઈ હોટેલ, રેસ્ટોરાં કે પાર્ટીમાં મોજમસ્તીથી પસાર કરશો. ગણેશજીને લાગે છે કે આજે આપ માનસિક રાહત અનુભવશો.
વૃશ્ચિક
આજે આપ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સારો ફાયદો મેળવી શકશો. આપની બુદ્ધિ ક્ષમતાને કારણે આજે લોકો આપની પ્રશંસા અને કદર કરશે. આજે આપનું કામ જ આપની ઓળખ બની જશે.
ધનુ
કામની સતત ભરમાર આપને એક ૫ણ ક્ષણ આરામ નહીં લેવા દે. ગણેશજી કહે છે કે કામનું ભારણ એટલું હશે કે એકસાથે બે કામ હાથમાં લેશો અને કોઈ પર સરખું ધ્યાન નહીં આપી શકો.
મકર
આજે આપને વ્યાવસાયિક ક્ષેત્રે ઘણી તક મળે એવી શક્યતા છે. આપની ઘણી મહેનતને પરિણામે આજે ઑફિસમાં આપના પ્રોત્સાહનમાં તેમ જ વેતનમાં વધારો થઈ શકે છે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
કુંભ
આજે આપ લાંબા ગાળાની યોજના ૫ર ધ્યાન કેન્દ્રિત કરી કરશો. હમણાં સુધી આપે જે બચત કરી છે એ સુરક્ષિત યોજનામાં રોકવા હાલનો સમય અનુકૂળ છે. ગણેશજીનું સૂચન આ કામમાં આગળ વધવાનું છે.
મીન
ગણેશજીના મતે આકસ્મિક ધનલાભ મેળવવા માટે શૅર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓ અથવા કોઈ ૫ણ ઉતાવળો નિર્ણય આપના માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. વેપારમાં આર્થિક લેવડદેવડો બહુ સંભાળીને કરવી.