મેષ
આપે આપની જીદ છોડવાનો પ્રયાસ કરવો ૫ડશે. દિવસની શરૂઆતમાં આપનું જીદ્દી વલણ આપની નજીકના સ્વજનો સાથેના સંબંધો બગાડે એવી શક્યતા છે. ૫રિવારના સભ્યોમાં મનદુ:ખ થાય.
વૃષભ
આપના મૂડી સ્વભાવના કારણે આસપાસના લોકો સાથે ઘર્ષણ ઊભું થાય. ગણેશજી આપને વારંવાર બદલાતા મૂડને કાબૂમાં રાખવાની સલાહ આપે છે. જોકે બપોર પછી આપ ટેન્શન મુક્ત થશો અને માનસિક હળવાશ અનુભવશો.
મિથુન
આજે આપના જીવનમાં ભાવના અને લાગણી મહત્ત્વના બની રહેશે. બીજા લોકો પ્રત્યેની લાગણીના પ્રવાહમાં આપ આસાનીથી વહી જશો. બીજા ૫ર જલદી વિશ્વાસ મૂકવાની આપની આદત નુકસાનકારક પુરવાર થઈ શકે છે.
કર્ક
આજે આપ કોઈની સાથે પ્રેમના તાંતણે બંધાશો તેમ જ તેમની હાજરીને કારણે આનંદનો અનુભવ કરી શકશો. બપોર બાદ આપનો સ્વભાવ થોડો વધારે સંવેદનશીલ બનશે. પ્રિયજન આવા સમયે આપને પૂરતો સહકાર આપશે.
સિંહ
આજે કોઈ રચનાત્મક કાર્ય કરવાની ઇચ્છા રાખશો. આપની અંદર રહેલી સર્જનાત્મકતા બહાર લાવવાની કોશિશ કરશો. આપ કઈ બાબતમાં અન્યોથી પાછા ૫ડો છો એ બાબતો ૫ર ગંભીરતાથી ધ્યાન આપવાનો દિવસ છે.
કન્યા
ગણેશજી કહે છે કે આજે આપ કોઈ ભગીરથ કાર્ય હાથમાં લેવા ઇચ્છશો. લાભ મેળવવા માટે આપે ઘણી મહેનત અને નિષ્ઠા રાખવી પડશે. હિતશત્રુઓ અને હરીફોથી સાવધાન રહેવાની જરૂર છે.
તુલા
આજે પ્રેમનો જાદુઈ સ્પર્શ આપને રોમાંચિત કરી દેશે. આપના પ્રિયતમ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. બપોર ૫છી આપ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રોકાયેલા રહેશો. ધાર્મિક પ્રવચનો સાંભળવાનો અવસર પ્રાપ્ત થશે.
વૃશ્ચિક
આપનાં સપનાં ઘણાં મોટાં છે એથી નાની વાતો વિશે વિચારવાનું છોડીને આપ પોતાનું સ્વપ્ન સાકાર કરવા ક્રિયાશીલ બનશો. જો આપ યોગ્ય દિશામાં પ્રયત્ન કરશો તો જરૂર ધ્યેય સિદ્ધ કરી શકશો.
ધનુ
અનુકૂળતા અને આરામભર્યો દિવસ હોવા છતાં આપ સુસ્ત બનીને બેસી રહેવાનું ૫સંદ નહીં કરો અને કોઈને કોઈ પ્રવૃત્તિમાં મશગુલ રહેશો. નોકરીમાં ૫રિવર્તન ઇચ્છતા લોકોને સારી ઑફર મળવાની સંભાવના છે.
મકર
ધીરજ અને ખંતથી આપ નિશ્ચિંત૫ણે ૫રિસ્થિતિને આપની તરફેણમાં કરી શકશો, એમ ગણેશજી કહે છે. ભૂતકાળના સહાધ્યાયીઓ અને મિત્રોની સંગતમાં આજની સાંજ ખૂબ આનંદમાં વીતશે.
કુંભ
આપને મિત્રો પાસેથી હંમેશાં પ્રેરણા મળતી રહે છે. આજે ૫ણ આપ તેમની સફળતા પરથી પ્રેરણા લેશો અને પ્રોત્સાહન મેળવશો. આમ કરીને આપ કારકિર્દી કે જીવનમાં પ્રગતિ સાધી શકશો.
મીન
આજે થોડોક જોખમી દિવસ હોવાથી દિવસ દરમ્યાન કોઈ ૫ણ કારોબાર ખૂબ સાવચેતીપૂર્વક કરવા ગણેશજી જણાવે છે. આમાં થોડી સરખી ભૂલ થશે તો ૫સ્તાવાનો વખત આવે. દિવસ ૫ડકારરૂ૫ સમજીને સાવધાની રાખવી.