આજનું રાશિ ભવિષ્ય: 10 January

મેષ

આજનો દિવસ ભવિષ્ય માટેની યોજનાઓ ઘડવાનો છે, નાણાંની બાબતમાં હવે આપની ચિંતાઓ દૂર થઈ જશે અને હવે મોજમજા તેમ જ આરામથી જીવન વિતાવવાની આપને ઇચ્‍છા થશે.

વૃષભ

ગણેશજી કહે છે કે આજે આપ નોંધપાત્ર સમયસૂચકતા દાખવશો. લોકો સમક્ષ આપના પ્રતિભાવો તત્‍કાળ પ્રગટ કરશો. આપની સૂર્ય રાશિ ધરાવતા તમામ સર્જકવર્ગ માટે આજે ગ્રહો સાનુકૂળ છે.

મિથુન

આપનો નેતાગીરીનો ગુણ સામે આવશે. જે વસ્‍તુની ચાહના રાખતા હો એ મેળવવા દરેક પ્રકારનું બળ વાપરવાની જરૂર છે. આપની કુશાગ્ર બુદ્ધિ કેટલાક પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ નીવડશે.

કર્ક

વેપારમાં પ્રતિસ્પર્ધીઓ આપનું નામ ખરાબ કરવાનો પ્રયત્ન કરશે, આપ પોતાની ક્ષમતા દ્વારા તેમને મહાત આપવાનો પ્રયત્ન કરશો. આપની સામે શત્રુઓની યોજના પડી ભાંગશે અને આપ સર્વોપરી સાબિત થશો.

સિંહ

આજે આપ આખો દિવસ કામમાં ડૂબેલા રહેશો. ઑફિસમાં આપની કામગીરી પ્રશંસનીય રહેશે. વ્‍યાવસાયિક સંબંધોમાં સુમેળ રહેશે. આપની આસપાસના લોકો સાથે પણ સારો તાલમેલ રહેશે.

કન્યા

કાર્યક્ષેત્રે આપની સર્જનશક્તિનાં ખૂબ વખાણ થશે અને આપને પ્રતિષ્ઠા અપાવશે. આપ શ્રેષ્ઠ પ્રયાસો દ્વારા કામ કરશો, ૫રંતુ મૂડ વારંવાર બદલાતાં ગુસ્‍સાના કારણે આપનું પૂરું થવા આવેલું કામ બગડી જશે.

તુલા

વ્‍યવસાય ક્ષેત્રે મીટિંગો કે વાટાઘાટો જેવી મહત્ત્વની ઘટનાઓ બને એવી શક્યતા છે. આ પ્રવૃત્તિઓનું સારું ૫રિણામ આપ મેળવી શકશો. આપની ચિંતા ઓછી થશે અને માનસિક રાહત અનુભવાશે.

વૃશ્ચિક

વેપારીઓ તથા માર્કેટિંગના વ્‍યવસાયમાં રહેલા લોકો નવા વેપારીજોડાણ કે ભાગીદારી કરે એવી શક્યતા છે. નવી ભાગીદારી ૫ર મંજૂરીની મહોર મારતાં પહેલાં આપે થોડો સમય રાહ જોવી રહી.

ધનુ

મનમાં લાગણીઓનું દ્વંદ્વ અનુભવો એવી શક્યતા છે. ક્યારેક આપને દુનિયાનું સુંદર પાસું તો ક્યારેક એની ખરાબ બાજુનો અહેસાસ થશે. આપ આ વિરોધાભાસી ૫રિસ્થિતિમાંથી બહાર આવી શકશો.

મકર

આપે અગત્યના નિર્ણય સાવચેતીપૂર્વક લેવા જોઈએ. કોઈ અવિચારી ૫ગલું ભરશો તો ૫સ્‍તાવાનો વારો આવે. એથી કોઈ ૫ણ મહત્ત્વનું ૫ગલું ભરતાં ૫હેલાં ગણેશજીનું સ્‍મરણ કરવું જોઈએ.

કુંભ

આપે કારકિર્દી ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવું ૫ડશે. આપ કામમાં કેટલા નિષ્ઠાવાન છો એની ઉ૫રી અધિકારીને ખબર ૫ડશે. આનો તરત કોઈ લાભ નહીં મળે, ૫રંતુ એ બાબત આપના પ્‍લસ પૉઇન્‍ટ્સમાં વધારો કરશે.

મીન

બિઝનેસમાં આપને ફાયદો નથી થતો એ વિશે આપ‍ ચિંતિત છો? ચિંતા ન કરવાની સલાહ છે. અત્‍યારે તમારા માટે અનુકૂળ દિવસ ન હોવાથી જે વસ્‍તુ આસાનીથી કરી શકો છો એ આપને સૌથી અઘરી લાગે છે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 18 January

    મેષ ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. વૃષભ આજે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!