આજનું રાશિ ભવિષ્ય: 08 January

મેષ

ગણેશજી કહે છે કે કોઈ નવા કામની શરૂઆત માટે આજનો દિવસ ઘણો શુભ છે. નોકરી કે વ્‍યવસાયમાં આપને પ્રગતિના સમાચાર મળી શકે છે. આપની મહેનત અને નિષ્‍ઠા આપને યશ અને પ્રતિષ્‍ઠા અપાવશે.

વૃષભ

અન્ય લોકો સાથે સંબંધો સારા રાખવા હોય તો ક્રોધ પર સંયમ રાખવો જરૂરી છે એમ ગણેશજી જણાવે છે. આજે આપનો મૂડ વારંવાર બદલાયા કરશે. જીવનસાથી સાથે તકરાર થવાની શક્યતા છે.

મિથુન

આપને દરેક બાબતમાં ઉત્‍કૃષ્ટતા ગમે છે અને આપ દરેક ક્ષેત્રમાં એ પ્રદર્શિત કરશો. દરેક કામ યોગ્‍ય દિશામાં અને યોગ્‍ય રીતે થાય એ માટે આપ સાવચેત રહેશો. આજે આપે નવી ઊર્જા અને નવચેતના મેળવવાની જરૂર છે.

કર્ક

કામના વધારે ૫ડતા ભારણથી આજે આપને ટેન્‍શન અનુભવાય, ૫રંતુ આપ સારી રીતે બધું કામ પાર પાડી શકશો. આપની કામ પ્રત્‍યેની નિષ્ઠા અને ચીવટ લાંબા ગાળે આપને ફાયદાકારક સાબિત થશે.

સિંહ

આજે આપને કોઈની સાથે પ્રણય થઈ જવાની શક્યતા છે. આપ પ્રિયતમને સુંદર કલાત્‍મક વસ્‍તુ ભેટ આપો એવી સંભાવના છે. કલા તરફનું આકર્ષણ વધશે. આજે આપ એને ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો.

કન્યા

આજે આપ લાભ મેળવવા માટે ગમે એવાં જોખમી પગલાં ભરશો, ૫રંતુ નાણાકીય બાબતોને એમાંથી બાકાત રાખવાની ગણેશજી સલાહ આપે છે, કારણ કે એમાં આપને નુકસાન થાય એવી શક્યતા છે.

તુલા

આપનાં સંતાનો એવી સિદ્ધિ હાંસલ કરશે જેના પર ગૌરવ અનુભવી શકશો. વારસાગત સંપત્તિ કે ૫ગારવધારાના રૂ૫માં આપને ધનલાભ થઈ શકે છે. ચોક્કસ ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરીને આપ પોતાનાં નાણાં બમણાં કરી શકશો.

વૃશ્ચિક

આજે આપને સારા-નરસા નસીબનો અનુભવ થશે. આપ કોઈ નવી યોજના કે કામ શરૂ કરવા માગતા હો તો પહેલાં ખાતરી કરી લો કે આપ એ માટે ૧૦૦ ટકા નિશ્ચિત છો, કારણ કે નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો નથી.

ધનુ

ગણેશજીને સાથે રાખીને આપની સામે ઊભા થયેલા પડકારોને ઝીલીને આજે આપ મહત્ત્વનાં કાર્યો હાથ ધરી શકો છો. આ કાર્યોમાં આપને સફળતા મળશે અને પ્રગતિ ૫ણ થશે, એમ ગણેશજી કહે છે.

મકર

આજે આપ દરેક વસ્તુનું સારું પાસુ જુઓ એવી ગણેશજી સલાહ આપે છે. જો આપનું વલણ આશાવાદી હશે તો આપના જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આજે વ્‍યાવસાયિક સંબંધો વધુ મજબૂત કરવાનો દિવસ છે.

કુંભ

આજે આપ લાંબા ગાળાની યોજનાઓ ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરી કરશો. હમણાં સુધી આપે જે બચત કરી છે એ સુરક્ષિત યોજનામાં રોકવા હાલનો સમય અનુકૂળ છે. ગણેશજીનું સૂચન આ કામમાં આગળ વધવાનું છે.

મીન

આજે જોખમ ઉઠાવતાં પહેલાં ૧૦૦ વખત વિચારી લેવાનું ગણેશજી આપને જણાવે છે. ગણેશજી આ ચેતવણીભર્યો સૂર એટલા માટે ઉચ્‍ચારે છે કે આપ ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવી શકશો. દિવસનો અંત સારો હશે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 18 January

    મેષ ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. વૃષભ આજે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!