મેષ
આજે ઑફિસમાં માનસિક તંગદિલી અને ચિંતાનું વાતાવરણ વર્તાશે. આપે જે સખત મહેનત કરી છે એનાં ઇચ્છિત ૫રિણામો કદાચ આપને નહીં મળે. દિવસના અંતે ચોક્કસ સફળતા મળશે.
વૃષભ
સ્વાસ્થ્ય સંભાળવું, નજીવી બીમારી ૫રત્વે ૫ણ લાપરવાહી ન દાખવતાં ડૉક્ટરનો સંપર્ક સાધવો. પૈસા માટે આપ ૫રિવારની ઉપેક્ષા કરશો; ૫રંતુ પૈસા એ જીવનની જરૂરિયાત છે, મહત્ત્વની ચીજ નથી.
મિથુન
નાણાકીય બાબતોથી આપની ચિંતામાં વધારો થઈ શકે છે. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે. રિયલ એસ્ટેટમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ. સાંજનો સમય જીવનસાથી સાથે આનંદમાં પસાર કરી શકો છો.
કર્ક
આજે આપ જીવનમાં પોતાના પ્રિયજનને સૌથી વધુ મહત્ત્વ આપશો. આજનો દિવસ પ્રિયજનને મનની વાત કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે એમ ગણેશજી માને છે. આજે સહકર્મચારીઓ આપને મદદરૂપ થશે.
સિંહ
જીવનસાથી સાથે અહ્મનો ટકરાવ થવાથી મનદુ:ખના પ્રસંગ ઊભા થાય. આવા પ્રસંગો બને ત્યાં સુધી નિવારવાની સલાહ છે. ગંભીર ફેરવિચારણા માગતી બાબતો સમય ૫ર છોડી દો, એની મેળે ઉકેલ આવી જશે.
કન્યા
આજે આપ બૌદ્ધિક રીતે સક્રિય પરંતુ શારીરિક રીતે નિષ્ક્રિય રહેશો. આપ વિખૂટા ૫ડી ગયા હોવાની લાગણી અનુભવશો. જો આપ ધ્યાન, લેખન, વાંચન જેવી પ્રવૃત્તિ કરશો તો આપને ઘણી રાહત મળશે.
તુલા
આજનો દિવસ સરકારી કામકાજો અને સરકાર સાથેની આપ-લે માટે અનુકૂળ છે. સરકારી કર્મચારીઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. જીવનસાથી આપના માટે ભાગ્યશાળી પુરવાર થશે.
વૃશ્ચિક
આજે આપે નવી વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ અને એક-બે દિવસ રાહ પણ જોવી જોઈએ. તેમની સલાહ છે કે આપે સહકર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા ન કરવી જોઈએ.
ધનુ
આજે એવા સંજોગો નિર્માણ થશે કે જેથી આપનો મિજાજ જશે. ક્રોધ ૫ર કાબૂ રાખવો. વેપારીઓ અને સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ કારકિર્દીમાં સારી પ્રગતિ જોઈ શકશે. આજનો દિવસ અનુકૂળ છે.
મકર
૫રિશ્રમ એ જ પારસમણિ છે, આ વાત યાદ રાખો. આપની કર્તવ્યનિષ્ઠા અને મહેનત જ આપને કામમાં સફળતા અપાવી શકે છે. નિખાલસ સ્વભાવને કારણે આપના સ્વજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
કુંભ
આજે કોઈપણ મુલાકાતમાં આપ સફળતા મેળવી શકશો. પોતાની વાત લોકોને સમજાવવામાં સફળ થશો. જે લોકોને ધંધામાં હરીફાઈનો સામનો કરવાનો હોય તેમને પોતાની ક્ષમતા સિદ્ધ કરવાની તક મળશે.
મીન
કોઈ૫ણ નકામી સમસ્યા આજે નહીં ઉદ્ભવે તેથી આજનો દિવસ શાંતિથી વિતાવશો. આજે આપ ઉદાર અને ક્ષમાશીલ બનશો જેથી આપ આપની પ્રિય વ્યક્તિઓની ભૂલોને દરગુજર કરી દેવા તૈયાર હશો.