
વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ ના પ્રમુખ સુનિલભાઈ દ્વારા ૫૬ જય જલારામ સોસાયટી, ડભોઇ દશાલાડ ભવનની પાછળ, આજવા – વાઘોડિયા રિંગ રોડ ખાતે રહેતા સુનિલભાઈ પરમાર અને મેરી આસ્થા મેરા દેશ સંસ્થાં ના ટ્રસ્ટી ઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમાર ના માતૃશ્રી પ્રભાબેન જયંતિભાઈ પરમારનું તારીખ ૦૪ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ત્યારે તેમના પરિવાર દ્વારા સ્વ પ્રભાબેન જયંતિભાઈ પરમારની ઉત્તરક્રિયા તારીખ :- ૧૫ મંગળવારે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે રાખેલ હતી. જેમાં આવનાર તમામ પરિજનો અને સગા સંબંધીઓ માટે ૧૦૦ થી વધુ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી આસ્થા મેરા દેશ સંસ્થા નો ઉદેશ્ય લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિ અને પર્યાવરણ ની જાળવણી કરવાનો અને લોકોને ચકલીઓ બચાવવા માટે જાગૃત કરવાનો છે.