સૂત્રોની મળતી માહિતી મુજબ ગઇકાલ તા.૧૨/૧૨/૨૦૨૪ ના રોજ પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ વરણામા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમના (૧) એ.એસ.આઈ. કનુભાઈ ભારસિંગભાઈ (૨) આ.હે.કો. મેહુલસિંહ અનોપસિંહ ને ચોકકસ બાતમી મળી હતી કે, એક બંધબોડી આઇસર ગાડી નંબર HR-63-C- 4054 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને ગોધરા થી હાલોલ થી વડોદરા આવ્યો છે
અને કપુરાઈ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ની બાજુમાં આવેલ મહાદેવ હોટલ ઉપર જમવા માટે રોકાવવા ના છે તેવી ચોકકસ બાતમી મળતા વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ની. ટીમ મહાદેવ હોટલ પાસે બાતમી વાળી આઇશર ગાડીની વોચમાં રહેતા બાતમી વાળી આઇશર ગાડી હોટલના કંપાઉન્ડમાં આવતા કોર્ડન કરી રોકી લેવામાં આવ્યો હતો, જેમાં ડ્રાઇવર એકલો જ હતો જેનું નામઠામ પુછતા પ્રકાશ ઉકાર અવાસીયા રહે.બડા ભાવટા તા.ભાભરા જી.અલીરાજપુર (M.P) નો હોવાનુ જણાવ્યું હતું તેને સાથે રાખી આઇશર ગાડીનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ ભરેલી મળી આવી પેટીઓ ની ગણતરી કરતા જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂની પેટી-નંગ- ૪૬૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રુપિયા ૨૪,૩૨,૫૦૦/- નો કુલ મુદ્દામાલ મળી આવ્યો હતો.પકડાયેલ ડ્રાઇવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા પ્રતિકસીંગ રહે.ભોપાલ (એમ.પી.) નાએ તેને ફોન કરીને જણાવેલ કે ભોપાલ બાયપાસ આઇસર ગાડી નંબર HR-63-C-4054 ની ઉભેલ છે તે લઇને વડોદરા જવાનુ છે તેમ જણાવ્યું હતું.બાયપાસ ઉપર થી લઇને નિકળેલ હોવાની હકિકત હકિકત જણાવતા વિદેશી દારૂ સાથે ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.