સૂત્રોને મળતી માહિતી મુજબ વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ નોંધાયેલ જે ગુનાના કામે આ કામના આરોપી રગનભાઇ બેચનભાઇ આમલીયાર રહે.કદવાલ બડી, સ્કુલ ફળીયુ, તા જોબટ જિ.અલીરાજપુર એમ.પી નાએ આ કામના ફરીયાદી તથા તેના મિત્રની પોતાની માલિકીની બે મોટર સાયકલ કિ.રૂ.૭૫,૦૦૦/- ના વાહનોની ચોરી કરી ગુનો કરેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપી અલગ-અલગ શહેર / જિલ્લા ખાતે નાસતો-ફરતો હતો અને ચોરી-છુપીથી રહી પોલીસ ધરપકડ ટાળતો હતો.
જે સંદર્ભે વિ.જી.લાંબરીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ-ફર્લો સ્કોર્ડ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓએ આ પ્રકારના વોન્ટેડ કુખ્યાત આરોપીઓની યાદી બનાવી તેમને ઝડપી પાડવા જરૂરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણટવણભરી રીતે આરોપીના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ-ફર્લો સ્કોડની ટીમ સાથે આ આરોપીને પકડી પાડવા અંગેના ઓપરેશનનું પુરતુ હોમવર્ક કરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતીથી અવગત કરી કરાવી ઓપરેશન હાથ ધરતા પેરોલ-ફર્લો સ્કોડના હે.કો.અલ્પેશભાઇ જીવણભાઇ નાઓને મળેલ બાતમીની ખરાઇ કરતા બાતમી મળેલ કે, આરોપી પોતાના ઘરે મુ.કદવાલ બડી ગામ, સ્કુલ ફળીયા, તા.જોબટ,જિ.અલીરાજપુર.(મધ્યપ્રદેશ) ખાતે હોવાની ચોકકસ માહિતી આધારે પેરોલ-ફર્લો સ્કોર્ડના માણસો સાથે તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે તપાસમાં ગયેલ અને તે દરમ્યાન મોજે- કદવાલ બડી ગામ, સ્કુલ ફળીયા, તા.જોબટ,જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ખાતેથી આરોપીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારૂ વાઘોડીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.