બરોડા ડેરી બહાર ખાલી દુધની થેલીનો હાર પહેરી ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા ડેરી બહાર વેલણ વડે થાળી વગાડી વિરોધ દર્શાવ્યો હતો.

બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઇને આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ રૂત્વિજ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડીને રજુઆત કરવામાં આવી હતી. સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીએ જણાવ્યું કે, પ્રજા મોંઘવારીથી પીસાઇ રહી છે. એક લિટરે રૂ.2નો દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. હમણાં પેટ્રોલ ડિઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી. ઘરમાં ચાર વ્યક્તિઓ હોય તો એક લિટર દુધ જોઇએ. વિચારો મહિને કેટલો બોઝ પડે. સરકારે આ ભાવ વધારો કેમ કર્યો? તેમ પુછવું જોઇએ. શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે, તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે? તેવો આરોપ મુકતો સવાલ પુછવામાં આવ્યો છે.બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદન પત્ર સ્વિકારવા માટે બહાર આવ્યા હતા. જ્યાં રૂત્વિજ જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરી જ નહિં પરંતુ રાજ્યની મોટા ભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

  • Related Posts

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

    વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં સમાવિષ્ટ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર 248 ની ઓપન સ્પેસ ની અંદરના દબાણોમાં 14 જેટલા યુનિટના દબાણો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!