વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના કુલ ૧૨૦ ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પુર્વેની પરીક્ષાલક્ષી ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ,નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ૧૨૦ યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ તા.૧૮.૧૧.૨૪ થી એસ આર પી એફ ગ્રુપ ૯ મકરપુરા ખાતે શરુ કરવામા આવી હતી .આજ રોજ તેનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજવામા આવ્યો જેમા એસ આર પી એફ ગ્રૃપ ૯ ના નાયબ પોલીસ અધિક્ષક ડી બી બાંભણીયા તેમજ મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ તેમજ તાલીમના કો ઓર્ડીનેટર ,તેમજ શારીરીક અને થીયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઈનામ,સાહીત્ય અને પ્રમાણ પત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમા ભાગ લઈને પરીવાર અને જીલ્લા તથા રાજ્યનુ નામ રોશન કરવા પ્રોત્સાહીત કર્યા હતા.


રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરીક તાલીમમા દોડ,પુલ અપસ,લાંબો કુદકાની તાલીમ,તેમજ લેખીત પરીક્ષા માટે ગણીત,વિજ્ઞાન,જનરલ નોલેજ ,કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની ૨૪૦ કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવેલ છે ,

આ નિવાસી તાલીમમા રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહીત્ય,નાસ્તો,ભોજન,રહેઠાણ સુવિધા આપવામા આવી તેમજ ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી દ્વારા દૈનિક ૧૦૦/-સ્ટાઈપન્ડ પણ ચુકવવામા આવશે .આ નિવાસી તાલીમ મળવેલ તાલીમાર્થીઓને અગ્નીવીર(આર્મી,નેવી,એરફોર્સ),પોલીસ,ફોરેસ્ટ,તેમજ પેરા મીલીટરી ફોર્સ તેમજ સીકયુરીટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી થનાર છે,અને આ નિવાસી તાલીમ યોજના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના ઉમેદવારો માટે આશિર્વાદ રુપ યોજના છે .

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    વડોદરામાં 10 વર્ષના બાળક માટે હિંચકો બન્યો કાળ, સ્ટન્ટ કરવા જતાં આવ્યો ગળાફાંસો

    વડોદરામાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ઘરે લાગેલા હિંચકા પર સ્ટન્ટ કરતાં એક દસ વર્ષના બાળકનું રમતાં-રમતાં મૃત્યુ થઈ ગયું. જણાવવાનું કે તેના ગળામાં કપડાંની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!