વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત

ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી.

તા. ૧૪મી એપ્રિલ, ૨૦૨૫ ને સોમવારના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે વડોદરા ની મકરપુરા, અટલાદરા, કલાલી સ્થિત આવેલ ફોનિકસ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવેલ હતી. આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંધન કરેલ છે.આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી

  • Related Posts

    સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો

     શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા…

    ગુજરાતમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ, આજે આ વિસ્તારમાં છે આગાહી…

    હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા હતા અને 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Hack Haberip stresserfeatures car Deneme Bonusu
    error: Content is protected !!