
ઉત્તરાખંડમાં યૂસીસી લાગુ પડી ગયું છે. હવે આ પંક્તિમાં ગુજરાતનું નામ સામેલ થવાનું છે. હવે, ગુજરાત સરકારે યૂસીસી એટલે કે યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને રાજ્યમાં સમિતિનું ગઠન કરી દીધું છે.
ઉત્તરાખંડમાં યૂસીસી લાગુ પડી ગયું છે. હવે આ પંક્તિમાં ગુજરાતનું નામ સામેલ થવાનું છે. હવે, ગુજરાત સરકારે યૂસીસી એટલે કે યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને રાજ્યમાં સમિતિનું ગઠન કરી દીધું છે. ગુજરાત સરકારે મંગળવારે જાહેરાત કરી છે કે યૂસીસીનું ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો ઘડવા માટે સુપ્રીમ કૉર્ટની રિટાયર્ડ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિ બનાવવામાં આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર (Gujarat Government) હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) સપનાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ રહી છે. ગુજરાત સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. બધા નાગરિકોને સમાન અધિકાર મળે તે માટે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે.