ગુજરાતમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ, આજે આ વિસ્તારમાં છે આગાહી…

હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા હતા અને 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી ઘટી શકે છે. દરમિયાન લોકોને આકરી ગરમીથી રાહત મળશે.

આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે. આ ઉપરાંત અનેક સ્થળોએ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. 7 અને 8 મેના રોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. જેમાં વડોદરામાં ત્રણ લોકોનાં, અરવલ્લીમાં બે લોકોનાં અને અમદાવાદમાં એકનું મળી કુલ 6 લોકોના મોત નિપજ્યા હતા.

  • Related Posts

    સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો

     શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા…

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!