રણોલી ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

12 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એસઓજી પી આઈ એસડી રાત્રાની સૂચના મુજબ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહર નગર રણોલી જીઆઇડીસી માં રાઘવ ઇન્ડસ્ટ્રીયલ માં આવેલા પ્લોટ નંબર 4 માં ભારત શ્રીનાથજી ગેસ એજન્સીના ગોડાઉન ની દિવાલોની આડમાં એજન્સીના સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ટેમ્પોને ડ્રાઇવરો તથા હેલ્પરો તેમજ મળતીયા ભેગા મળીને ભારત ગેસના ઘરેલુ બોટલના સીલપેક ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં ભરી ત્યારબાદ આ બોટલોને રીપેકિંગ કરીને ગ્રાહકોને સપ્લાય કરવાનું કૌભાંડ આચરવામાં આવે છે. હાલમાં પણ આ ગેસ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે જેના આધારે એસઓજીની ટીમે રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ગોડાઉનમાં રેડ કરી હતી.

ત્યારે સ્થળ પર ભારત ગેસના ઘરેલુ બોટલમાંથી પાઇપ દ્વારા ઇન્ડિયનના કોમર્શિયલ બોટલમાં ગેસની ચોરી કરતા 10 જેટલા શખ્સો ઝડપાઈ ગયા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી ભારત ગેસના બોટલ 186, ઇન્ડિયન ગેસના કોમર્શિયલ બોટલ આઠ, રિફિલિંગ કરવાના સાધનો, વજન કાંટા પાંચ, અંગજડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા, મોબાઈલ 9, થ્રી વ્હીલર ટેમ્પો પાંચ ડિલિવરી ચલણ 184 મળી રૂ. 7.26 લાખનો મુદ્દામાલ કબજે કરી જવાહર નગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

  • Related Posts

    વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, ત્રણ ભરવાડ વોન્ટેડ

    વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ…

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!