ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડોદરા ના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ
ડો.જયપ્રકાશ સોની સાંસદ ડો.હેમાંગ જોશી સહિત મહાનુભાવો, ભાજપના અગ્રણીઓ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું.