જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા બી.આર.સી છોટાઉદેપુર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2024 25 કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, શિક્ષકો આચાર્ય અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર