- ‘પતિ, પત્ની ઓર વો’ ના કિસ્સાનો કરુણ અંજામ
- પત્નીના આડા સંબધો અંગે લાગી આવતા પતિએ જીવન ટૂંકાવ્યું
છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ ચોકડી ગામે પટેલ ફળિયામાં રહેતા ગાંગુલી રાઠવાની પત્ની અને ચોકડી ગામના કંદુભાઈ તેજલાભાઈ રાઠવા સાથે આડા સંબધો હોય જે બાબતે તા ૧૨-૧૨-૨૪ ના રોજ સાંજના ૭ વાગ્યા ના સુમારે બોલાચાલી અને તકરાર થઈ હતી. તે બાબતે ગાંગુલી રાઠવા ને લાગી આવતા ઘાસમાં છાંટવાની દવા પીને કંદુભાઇ રાઠવાના ઘરે જઈ કંદુભાઈ રાઠવા ને પોતાના ઘરે લાવી ઘરમાં આવીને તેની પત્ની ને કહ્યું હતું કે તમે બંને રહેજો, હું હવે જવું છું. એવું કહી કંદુ અને ગાંગુલીની પત્નીના આડા સંબધો ને કારણે ગાંગુલી દવા પીવા મજબૂર થયો હોય જેનુ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જે બાબતે ગાંગુલીના પિતા ગોવિંદભાઈ કાદવાભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૮,૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે પતિ, પત્ની ઔર વો ‘ ના કિસ્સામાં ઘણીવાર કોઈ એકનો ભોગ લેવાય છે. અને પરિવારને વિખેરી નાખે છે. તેવો જ એક કિસ્સો છોટા ઉદેપુરના ચોકડી ગામે બન્યો છે. જેમાં ચોકડી ગામના રહેવાસી ગાંગુલી રાઠવાની પત્ની અગાઉ ગામના જ કંદુ રાઠવા સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ પતિ ગાંગુલી રાઠવા થતાં ભારે લાગી આવ્યુ હતું. બંને પતિ પત્ની વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. અને પોતાના ઘરે ઘાંસ છાંટવાની દવા પીને પત્ની અને વો ને ભેગા કરી ગાંગુલીએ પોતે મોત વ્હાલું કર્યું હતું. જ્યારે જોવા જઈએ તો પોતાની પત્ની અને પ્રેમીના પ્રેમસંબધો માટે પતિએ ઝેરી દવા પીને બલિદાન આપ્યું હતું.
ગાંગુલીના પિતા અને ફરિયાદી રાઠવા ગોવિંદભાઈ એ જણાવ્યું હતું કે મારો પુત્ર ગાંગુલી ભરૂચ ખાતે ટ્રેકટર હાંકવા ગયો હતો. ત્યાંથી પરત આવતા તેની પત્ની એ ગાંગુલીને કહ્યું હતું કે અમારું જૂનું સેટિંગ શરૂ થઈ ગયું છે. તો તું કેમ પાછો આવ્યો. તેવું કહેતા બંને વચ્ચે તકરાર થઈ અને તે કિસ્સામાં ગાંગુલી એ ઝેરી દવા પી લીધી હતી. અને તેની પત્ની નાસી ગઈ હતી. અને ઝેરી દવા પીતા ગાંગુલી ને સારવાર અર્થે બોડેલી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મારા પુત્રને નાની પુત્રી છે તો તેને ન્યાય મળે તેવી અમારી માંગ છે.