છોટાઉદેપુરની વ્હોરા સમાજની દીકરી ઝહરા સુરતાવાલાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો.
છોટાઉદેપુરમાં વ્હોરા સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસેલો છે. જેમાં યુવાનો શૈક્ષણિક અને જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે. જેમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે છોટાઉદેપુર ની દાઉદી વ્હોરા સમાજની દીકરી ઝહરા સૈફિભાઈ સુરતવાલાને હોમ સાયન્સ ફેકલટીમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ના છઠ્ઠા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફેકલ્ટીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પારસણીયા, જીતુભાઈ વાઘાણી, બચુભાઈ ખાબડ, સી કે રાઉલજી તથા યુનિવર્સિટીના કુલપતિ ડૉ પ્રતાપસિંહના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં છોટાઉદેપુરની વિદ્યાર્થિની ઝહરા સૈફિભાઇ સુરતવાલા હોમ સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને દાઉદી વ્હોરા સમાજ નું નામ રોશન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર